19 Sept 2012

PSI Result 2012 - PSI Result Declared 19/09/2012

Gujarat PSI Result 2012 - PSI Result Declared 19/09/2012
Gujarat PSI Main Written Exam Result declared - Instruction / Details

Click Here to See Results of PSI Recruitment 2012 Gujarat Exam 

Read Instructions
સૂચનાઓ
૧)      વિધવા મહિલા ઉમેદવારો માટે આ તબકકે મળેલ માર્કસના ૫ ટકા માર્ક ઉમેરવાના હોવાથી આવા મહિલા ઉમેદવારોએ પોતાનું નામ, રોલ નંબર તેમજ કન્‍ફર્મેશન નંબર તથા જરુરી આધાર / પુરાવા સાથે  ભરતી બોર્ડના ફેકસ નં. ૦૭૯- ૨૨૮૬૬૭૨૨ ઉપર તા. ૪/૧૦/૨૦૧૨ સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે.
૨)      રમતવીરોના કિસ્‍સામાં સામાન્‍ય વહીવટના પરિપત્ર અનુસંધાને રાષ્‍ટ્રિય કે આંતરરાષ્‍ટ્રિય સ્‍પર્ધામાં અથવા આંતર યુનિવર્સિટી ખેલકૂદ બોર્ડ દ્વારા સંચાલિત આંતર યુનિવર્સિટી સ્‍પર્ધામાં અથવા અખિલ ભારત શાળા રમતગમત સંઘ દ્વારા સંચાલિત સ્‍પર્ધામાં ભાગ લીધેલ હોય તેવા રમતવીરોને પણ મેળવેલ ગુણના ૫ ટકા ગુણ ઉમેરવાના હોય છે. સામાન્‍ય વહીવટ વિભાગના પરિપત્રોમાં જણાવેલ સુચનાઓ પાના નંબરઃ ૨ અને ૩ ઉપર મૂકેલ છે જેનો અભ્‍યાસ કરી આવા ઉમેદવારોએ પોતાનું નામ, રોલ નંબર,કન્‍ફર્મેશન નંબર તેમજ જરૂરી પુરાવો (જણાવેલ સુચના મુજબનું પ્રમાણપત્ર) ભરતી બોર્ડના ફેકસ નં. ૦૭૯- ૨૨૮૬૬૭૨૨ ઉપર તા. ૪/૧૦/૨૦૧૨ સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે.
૩)      જે ઉમેદવારોના કોલ લેટરમાં ખોટા સરનામાનો ઉલ્‍લેખ થયેલો, જેના કારણે તેઓ પરીક્ષા આપવાથી વંચિત રહેલા અથવા અમૂક પેપર આપી શકયા નથી તેવા ઉમેદવારોની અલગથી પરીક્ષા લેવામાં આવશે અને  તે પરીક્ષાનું પરિણામ અલગથી જાહેર કરવામાં આવશે.
૪)     આ પરિણામમાં દરેક ઉમેદવારે ચારેચાર પેપરમાં મેળવેલ ગુણ દર્શાવવામાં આવેલ છે. જે કોઇ ઉમેદવારને આ બાબતથી વાંધો હોય તો પેપર દીઠ રૂ. ૩૦૦/-નો ડીમાન્‍ડ ડ્રાફટ ’પેયેબલ એટ, એસ.બી.આઇ. બેંક મુખ્‍ય બ્રાન્‍ચ અમદાવાદ’નો ’’ચેરમેનશ્રી, પો.સ.ઇ. ભરતી બોર્ડ અમદાવાદ’’ના નામનો કઢાવી અરજી સાથે પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, એ.સી.બી. કમ્‍પાઉન્‍ડ, બંગલા નં. ૧૭, શાહીબાગ, ડફનાળા, અમદાવાદ ખાતે રજીસ્‍ટર્ડ પોસ્‍ટથી અથવા રૂબરૂમાં તા. ૪/૧૦/૨૦૧૨ સુધીમાં રજૂ કરવાનો રહેશે.
૫)     તા. ૩/૯/૨૦૧૨ ના રોજ ભરતી બોર્ડ તરફથી પરીક્ષાના ચારેય પેપરની ANSWER KEY મૂકવામાં આવેલ અને વાંધાઓ તા. ૭/૯/૨૦૧૨ સુધીમાં મંગાવવામાં આવેલ. ભરતી બોર્ડ તરફથી વાંધાઓની ઉંડાણથી ચકાસણી કરવામાં આવેલ અને સુધારેલી ANSWER KEY આ સાથે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે, પરિણામમાં સુધારેલી ANSWER KEY પ્રમાણે માર્ક મૂકવામાં આવેલ છે. સુધારેલી ANSWER KEY અનુસંધાનમાં હવે કોઇ પૃચ્‍છા કે ઇ-મેઇલ ધ્‍યાને લેવામાં આવશે નહીં જેની નોંધ લેવી. સુધારેલી ANSWER KEY જોવા માટે અહિં કલીક કરો.....
૬)      પો.સ.ઇ. લેખિત પરીક્ષાનું પરિણામ અને મેળવેલ ગુણ જોવા માટે અહિં કલીક કરો.....
૭)     કવોલીફાઇ થયેલ ઉમેદવારોને હવે પછી મૌખિક ચકાસણી માટે કોલ લેટર OJAS ની વેબસાઇટ ઉપર મુક્વામા આવશે, જેમાં મૌખિક ચકાસણીની તારીખ, સમય અને સ્‍થળ દર્શાવવામાં આવશે.


:: ::
            સામાન્‍ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંકઃ (૧) સીઆરઆર-૧૦૭૭-૨૬૬૦-ગ-૨, તા.૨૫/૦૨/૧૯૮૦ (ર) સીઆરઆર-૧૧૮૮-૩૬૪૪-ગ-૨, તા.૦૧/૦૮/૧૯૯૦ અને (૩) સીઆરઆર-૧૦૯૯/યુઓ-૪૧૧૦/ગ-૨, પરિપત્રોમાં જણાવેલ પ્રમાણે શરતો નીચે મુજબ છે.
       જો રાજય / રાષ્‍ટ્રીય કક્ષાએ વ્‍યકિતગત રમતોમાં પહેલું, બીજુ અને ત્રીજુ સ્‍થાન પ્રાપ્‍ત કર્યુ હોય અને ટુકડીની રમતોમાં તેઓ વિજેતા ટુકડીના હોય તો નીચેની કક્ષાના ખેલાડીઓને ગુણવત્‍તા ધરાવનાર તરીકે ગણવામાં આવશે અને જણાવેલ સેવાઓ/જગ્‍યાઓ પર ભરતી માટે વિચારણાને પ્રાત્ર ઠરશે.
(૧)    નીચે જણાવેલ કોઇ પણ રમત/ખેલકૂદમાં રાષ્‍ટ્રીય કે આંતરરાષ્‍ટ્રીય સ્‍પર્ધામાં જેમણે રાજય        કે દેશનું પ્રતિનિધિત્‍વ કર્યુ હોય તેવા ખેલાડીઓ.
(ર)    નીચે જણાવેલ કોઇ પણ ખેલકૂદ / રમતો આંતર યુનિવર્સિટી ખેલકૂદ બોર્ડ દ્રારા સંચાલીત        આંતર        યુનિવર્સિટી ટુર્નામેન્‍ટમાં પોતાની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્‍વ કર્યુ હોય તેવા      ખેલાડીઓ.
(૩)    નીચે જણાવેલ કોઇ પણ રમતો/ખેલકૂદમાં અખિલ ભારત શાળા રમતગમત સંઘ દ્રારા   શાળાઓ માટે સંચાલીત રાષ્‍ટ્રીય ખેલકૂદ / રમતોમાં રાજયની શાળાની ટુકડીઓનું     પ્રતિનિધિત્‍વ કર્યુ હોય તેવા ખેલાડીઓ.
                                                                                                           
               

No comments :

Post a Comment